jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Monday, June 1, 2020

GITA


👍👌★ગીતા★👌👍


                 આપણાં સનાતન ધર્મનો આધાર- સ્થંભ " વેદ " ગ્રંથ છે. આ વેદોની તો સીધી પકડ પ્રજા ઉપર ના રહી શકી,કારણ કે, તેને પ્રજા માટે સર્વ સુલભ ના થવા દેવાયા,પણ તેની પાંચ આંગળીઓ સમાન પાંચ શાસ્ત્રોની પકડ લોકો ઉપર સારી રહી.આ પાંચ પૈકી, " ગીતા "વિષે જાણીએ.
             શ્રીમદ્દભગવદ્દ ગીતા કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતના ભીષ્મપર્વમાં આવેલા ૧૮ અધ્યાય કાળે કરીને ગીતાજીના સ્વતંત્ર ગ્રંથ રૂપે બહાર આવ્યા.એમ કહેવાય છે કે, મોટા વડની નીચે કોઈ નાનું વૃક્ષ વિકસી ના શકે, કારણ  વડની ભવ્યતા,ઘેઘૂરતા જ પેલા વૃક્ષને નાનું બનાવી દે. પણ ગીતા, મહાભારત જેવા મહાન વટવૃક્ષની નીચે જ જન્મીને વટવૃક્ષ કરતા પણ વધુ વીશાળ બનેલ છે. એમ કહી શકાય કે, જો તમારામાં વ્યક્તિત્વ હોય તો તમે ગમે ત્યાં પણ ચમકી શકો છો. ગીતા તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ગીતામાં શું છે તેની ચર્ચા અહીં નહીં કરીએ,તેના માટે તો સ્વતંત્ર ચર્ચા જ યોગ્ય ગણાય.પણ અહીં માત્ર એટલું જ કહેવું છે કે, ગીતામાં ઉપનિષદોનું તત્વજ્ઞાન,મહાભારતની વ્યાવહારિક -કુશળતા,ભાગવતની પ્રેમભક્તિ તથા રામાયણની પુરી માત્રાઓનું યથોચિત મિશ્રણ થયું છે, પરિણામે ગીતા સ્વતંત્ર શાસ્ત્રમયી બની છે.

"ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ: -શાસ્ત્રવિસ્તરૈ : |
યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ્ વિનિ : સૃતા ||

    ' ગીતા સુગીતા કરવા યોગ્ય છે ....એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખકમળ માંથી નિસરી છે; બીજાં બધાં શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ  સરવાનો  ? '  ' ગીતા ' ભગવાનનો શ્વાસ છે, હ્ર્દય છે અને ભગવાનની વાઙમયિ મૂર્તિ છે. જેનાં હ્ર્દયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી હોય, એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ,ભાષણ તથા ચિંતન કરવા- થી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે; 
         ભગવાન વ્યાસજીએ આ ગ્રંથને સાતસો શ્લોકને અઢાર અધ્યાયોમાં વિભાજિત કરીને જ્ઞાનરૂપી ગીતાની રચના કરી છે, સંસારમાં શ્રીમદ્દ ભગવદ્દગીતાની તોલે આવે એવો કલ્યાણને અર્થે બીજો કોઈ ગ્રંથ નથી. ગીતામાં જ્ઞાનયોગ, ધ્યાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરેની શ્રદ્ધા, રુચિ અને યોગ્યતા અનુસાર પઠન- પાઠન કરવામાં આવે તો મનુષ્યનું જરૂર કલ્યાણ થઈ શકે છે.  ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે.

" પુનરપિ જનનં પુનરિપ મરણં,પુનરપિ જનનીજઠરે શયનં |
ઈહ સંસારે ખલુ દુસ્તારે, કૃપયા પારે પાહિ મુરારે  || " 
       
   અનેક યોનીઓમાં જીવ ભટક્યા જ કરે,નવા ક્રિયમાણ કર્મો કર્યા જ કરે. તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કરે.તે કાળે કરીને પાકીને ફળ આપવા તેયાર થઈને પ્રારબ્ધરૂપે જીવની સામે આવીને ઊભા જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ દે જ નહિં. એટલે સંસાર -સાગર દુસ્તર ગણાયો છે. આમાંથી ઉગરવા માટે  " કર્મ " નો સિદ્ધાંત સમજવા માટે  " શ્રીમદ્દ ભગવદ્દ ગીતા " નું અધ્યયન કરવું જોઈએ. જેથી દરેક જીવો મોક્ષ પ્રાપ્ત કરે છે

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All