jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Monday, June 1, 2020

RAMAYAN

👌👍★રામાયણ★👍👌

                       વેદની ચોથી આંગળી,જે ગ્રંથના માધ્યમથી આપણે ધર્મચર્ચા કરવાની છે તેનું નામ" રામાયણ "છે. તેની વિશેષતા પણ જાણવા જેવી છે. રામાયણ આપણને સમજાવે છે કે સારામાં સારી વસ્તુપણ જો મર્યાદા વિનાની થઈ જાય તો અકલ્યાણકારી થઈ શકે છે. એટલે જ્ઞાન,પ્રેમ,વ્યવહાર વગેરે બધું જ મર્યાદામાં - કવચમાં જ સુરક્ષિત રહી શકે. રામાયણની કથાનો ઉલ્લેખ કરતાં પહેલાં આટલી વિસ્તૃત ભૂમિકા એટલા માટે પ્રસ્તુત કરવામાં આવી છે કે એથી રામાયણનું મહત્વપૂર્ણ સ્થાન ખ્યાલમાં આવી શકે. એટલે જ કહી શકાય કે, રામાયણે સમાજને ધાર્મિક તથા સામાજિક રીતે પકડવામાં બહું મોટો ભાગ ભજવ્યો છે.પ્રજાને ધર્મના માધ્યમથી પકડી શકાય છે. તેવી પકડમાં રામાયણ પણ પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે.
               પ્રથમ તો વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય વાલ્મિકી રામાયણ છે. વાલ્મિકી ઋષિ વિષેની કથા આપણે સૌ જાણીએ છીએ. પણ જીવન, સર્પ નિસરણીની માફક ક્યારેક પાતાળની ગર્તામાં તો ક્યારેક ઉન્નતિના શીખર  ઉપર ચઢ ઉતર કરતું હોય છે. તેનો પુરાવો સ્વયં વાલ્મિકી ઋષષિ છે. મૂળ બ્રાહ્મણને ઘેર જન્મેલો આ છોકર કુસંગમાં પડી ગયો.ચોરી - લૂંટફાટ કરનાર ભીલ ટોળકીમાં ભળી ગયો એટલે લોકોએ તેને વાલિયો ભીલ કહીને ઓળખ્યો.વાલિયો આખો દિવસ યાત્રાળુઓને આતરે,લૂંટે, મારે-ઝુડે અને લૂંટનો માલ લાવી પત્ની આગળ ઢગલો કરે.પત્ની તેમાંથી રસોડું ચલાવે.ઘરનાં બધાં ખાય-પીએ અને દિવસ પૂરો કરે. પાપની કમાણી, પાપમય જીવન, ત્રાસ-હિંસા ન કરે ત્યાં સુધી આવા રીઢા પાપીઓને ખાવાનું ન ભાવે તથા ઊંઘ ન આવે.
         એકવાર એક સંત જાત્રાએ નીકળ્યા.સંત પાસે શુ હોય ? છતાં જે હતું તે પડાવી લીધું.સંતને આ પતિત પર દયા આવી અને પૂછ્યું," અરે ભાઈ, આ બધા પાપ કોના માટે કરો છો ? ખબર છે, જ્યારે ભોગવવાં પડશે ત્યારે શી વલે થશે? " વાલીયાએ કહ્યું કે,"મારા કુટુંબ માટે કરું છું. " સંતે કહ્યું કે, " પણ ભાઈ, જેમના માટે કરે છે તે અંતકાળે આ પાપ ભોગવવામાં તારાં ભાગીદાર નહિ થાય.તારે એકલાએ જ ભોગવવા પડશે. ભાઈ,પાપ ભોગવવાના દિવસો બહુ જ કપરા હોય છે.હસીહસીને જે કર્યું હોય તે રડીરડીને ભોગવવું પડતું હોય છે.માટે ભાઈ, વિચાર કર,દુર્લભ મનુષ્યજન્મ આમ અધમતામાં વિતાવવા નથી મળ્યો"સંતની વાણી આત્માની વાણી હતી.તેની એટલી પ્રબળ અસર વાલિયાના હ્ર્દય ઉપર થઈ અને સંતની પવિત્રતાના પ્રવાહમાં તણાવા લાગ્યો. ઘરે આવીને બધાંને કહ્યું કે, તમે સૌ મારા પાપના ભાગીદાર થશોને ? સૌએ ના કહી." કરે તે ભોગવે "  અમારે શું લેવા- દેવા.! વાલિયના મનમાં જબરું તોફાન ઉઠ્યું. " ઓહ ! જેના માટે આ પાપ કરું છું તે તો બધાં ભોગો માં જ ભાગીદાર છે. કપરા કાળમા કોઈ નજીક આવવા તૈયાર નથી. ધિક્કાર છે આવા આંધળા મોહને.! તેને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટવા લાગ્યો. પસ્તાવાની ભઠ્ઠીમાં તપીને આવ્યાં,એ જ વાલ્મિકી ઋષિ. જેમણે રામાયણની રચનાકરી. રામાયણની આપણાં સમાજ ઉપરની ધાર્મિક-સામાજિક પકડને કારણે સમાજ તથા ધર્મને પણ ઘણું બધું બળ મળતું રહ્યું છે.   આ પ્રાચીન " રામાયણે બ્રાહ્મણોને  માન્યતા આપીને પણ, શુદ્રોને કોઈ અન્યાય કર્યો નથી.તેમને પણ માન્યતા આપી છે. " 
        રામાયણમાં વિવિધ પ્રકારનાં સાંસારિક કર્તવ્યોનો, ધર્મનો,ભક્તિનો, સ્ત્રી-પુરુષ સંબંધનો, મૈત્રીનો,મનુષ્યને કર્મમાં પ્રેરતા આવેગોનો, રાજધર્મનો, નીતિનો, યુદ્ધવ્યૂહનો, મુત્સદીગીરીનો, અર્થવ્યવહારોનો,નાની-મોટી નિતિઓનો, સભ્યતા- વિવેકનો, નાની-મોટી માનવસહજ નિર્બળતાઓનો,જીવનને ઊર્ધ્વ સ્થિતિએ મૂકી આપનાર ગુણ- સમુદાયોનો, એનું અધઃપતન સાધનાર અવગુણોનો, ઉપરાંત આધુનિક જનસમાજને મૂંઝવતા પ્રશ્નોનો નું સરળ સમાધાન આ વાલ્મિકી રામાયણ ગ્રંથમાં મળે છે. તુલસીદાસે ' રામચરિતમાનસ ' નું નવું નામ આપ્યું.જેમાં ઉત્તમ જીવન  જીવવાની કલાને બૌધ્ધિક અને સાંસ્કૃતિક ભૂમિકા પુરી પાડતો આગ્રંથ કથાતત્વ, દૃષ્ટાંતતત્વ અને વિમર્શતત્વ; આ ત્રણેયના સમન્વય દ્વારા વાંચકચિત્તને પરિમાર્જિત કરે છે અને ભારતની સાંસકૃતિક પરંપરા સાથે  જીવન અભિસંધાન કરાવી આપે છે.
" રામ રામ કહિ રામ કહિ,
રામ રામ કહિ રામ |
તનું પરિહરી રઘુવર વિરહ.
રાઉ ગયઉ સુરધામ ||

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All