jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Tuesday, May 26, 2020

GUJARATI VYAKARAN PARICHAY


વ્યાકરણ એટલે શું ?

                વ્યાકરણ એટલે કોઈ પણ ભાષા બોલવા અને લખવાના નિયમોનું શાસ્ત્ર અથવા તો તે ભાષાના નિયમોને લગતી વિદ્યા. સાદા શબ્દોમાં કહીએ તો જેનાથી શબ્દો સાચી રીતે કેમ બોલવા અને કેમ લખવા તેની ચોખવટ થાય તેવું શાસ્ત્ર. વ્યાકરણ ભાષાને નિયમબદ્ધ કરે છે અને બગડતી અટકાવે છે.
                   ત્યારે આપણે વ્યાકરણની વાત કરીએ ત્યારે આપણે ભાષા અને વ્યાકરણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે સમજી લેવો જોઈએ. પહેલા ભાષાનો ઉદભવ થાય છે અને પછી વ્યાકરણ સર્જાયછે. જગતની કોઈ ભાષામાં પહેલા વ્યાકરણ તૈયાર થયું અને તેના આધારે ભાષાનું ઘડતર થયું  હોય તે બન્યું નથી. પહેલા બાળકનો જન્મ થાય અને ઉછેરે થાય અને પછી એ ઉછેરે ના અનુભવો પરથી બાળઉછેરે ના નિયમો તૈયાર થાય તેવી સ્વભાવિક  પ્રક્રિયા છેજેમ બાળઉછેરે ના નિયમો કે ધારાધોરણ શાશ્વત કે સર્વ સ્વીકાર્ય હોઈ શકે તેમ વ્યાકરણ કે જોડણીના નિયમો કદી શાશ્વત કે સર્વ સ્વીકાર્ય બની શકે નહિ. વ્યાકરણ કે જોડણી વિશે સૌને પોતાના મંતવ્ય રજૂ કરવાનો હક હોય છે.
                      મધ્યયુગના સમયમાં વ્યાકરણ માટેશબ્દાનુશાસનએવી ઓળખ અપાતી હતી કેમકે એમાં
શબ્દોનું અનુશાસન એટલે ઉપદેશ કરાય છે. શબ્દાનુશાસનમાં ખોટા અક્ષર, ખોટા શબ્દ અને ખોટા વાક્યથી સાચા અક્ષર, સાચા શબ્દ અને સાચા વાક્ય જુદા પાડી તે બંને વચ્ચેનો ફરક સમજાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં ઘણાં વ્યાકરણ રચાયા. સંસ્કૃત માંથી કાળક્રમે ઉતરી આવેલી છે ભાષાઓ ષડ્ ભાષા કહેવાય છે. તે પ્રમાણે છે :
() મહારાષ્ટ્રી પ્રાકૃત
() શૌરસેની  પ્રાકૃત
() માગધી
() પૈશાચી
() ચૂલાકા પૈશાચી અને
() અપભ્રંશ.
                    ઈસુની ૧૨મી સદીના ગુજરાતના વિદ્વાન હેમચંદ્રચાર્ય સંસ્કૃત ભાષા ઉપરાંત પોતાના સમયની યે છ ભાષાના સાંગોપાંગ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી હતી તેથી તેમના ગુણગાન માત્ર ગુજરાતના નહિ પણ સમગ્ર ભારતના ભાષાશાષ્ટ્રીઓ આજે પણ ગાય છે. તેમના સમયમાં ગુજરાતી ભાષાનો ઉદભવ થયો હતો એટલે ગુજરાતી ભાષાનું  વ્યાકરણ તેમણે લખ્યું હતું તેવું કહી શકાય. હેમચંદ્રચાર્યે શબ્દાનુશાસનમાં વ્યાકરણના મૂળસૂત્ર ઉપરાંત મૂળસૂત્રને સમજાવવા માટે લઘુ, મધ્યમા અને બૃહદ એમ ત્રણ વૃત્તિ તૈયાર કરી હતી અને ત્રણેયમાં વ્યાકરણની ઉત્તરોત્તર વધુ વિગતવાર છણાવટ છે. લઘુવૃત્તિમાં ૬૦૦૦, મધ્યમામાં ૯૦૦૦ અને બૃહદવૃત્તિમાં ૧૮,૦૦૦ શ્લોક છે.
                         આ સિદ્ધહેમ શબ્દાનુશાસનની લઘુવૃત્તિનું સંપાદન-અનુવાદ-વિવેચન કરતો એક સુંદર
ગુજરાતી ગ્રંથ પંડિત બેચરદાસ દોશીએ તૈયાર કર્યો છે. અને તે ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ૧૯૭૮માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતોહેમચંદ્રચાર્યના સમય પછી કાળક્રમે પ્રશ્વિમ ભારતમાં મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાંથી મરાઠી ભાષાનું અવતરણ થયું ત્યારે શૌરસેની પ્રાકૃત ભાષામાંથી જૂની ગુજરાતીનું ઘડતર થયું જૂની ગુજરાતી ભાષા લગભગ ૧૮મી સદીની આખર સુધી બોલાતી, લખાતી અને વિકસતી રહી પરંતુ તેના બોલવા, લખવાના નિયમો નિયત કરતું કોઈ વ્યાકરણ લખાયું. જૂની ગુજરાતી ભાષા અને આપણે આજે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ અને લખીએ છીએ તે વચ્ચે ઘણો તફાવત છે. જૂની ગુજરાતી ભાષામાં લખાયેલું સાહિત્ય જેમ કે ૧૪મી-૧૫મી સદીમાં રચાયેલા રાસ કે અન્ય કૃત્તિ આજે આપણે વાંચવા જઈએ તો તેમાં ભાગ્યે કંઈ સમજાય. જૂઓ કવિ અસાઈતે જૂની ગુજરાતીમાં વિક્રમ સંવત ૧૪૧૭માં રચેલી હંસાઉલી રાસની પ્રારંભિક પંક્તિઓઃ
“સકિત સંભૂઅ સકિત સંભૂ્અ પત્ત પરમેસુ
સિદ્ધિ બુદ્ધિ વર વિઘનહર કરુ કિવત મનિ ધરું આદિહી”
             ૧૯મી સદીની શરૂઆતથી જૂની ગુજરાતી ભાષા બદલાવા લાગી અને તેમાંથી હાલની અર્વાચિન ગુજરાતી ઉપસવા લાગી. તે કાળમાં ગુજરાતમાં અંગ્રેજોનો પગપેસારો શરૂ થયો હતો અને તે સમય રાજકીય અસ્થિરતાનો સમય હતો. અંગ્રેજી રાજની અગાઉ ત્યારે મોગલ સુબાઓ, મુસ્લિમ નવાબ-સુલતાનો કે મરાઠી ચોથ ઊઘરાવનારાઓનું ગુજરાતમાં રાજ હતું ત્યારે એટલે ૧૯મી સદીની શરૂઆત સુધી ગુજરાતી ભાષા તુચ્છ લેખાતી હતીશું શાં પૈસા ચારકહેવતમાં તે વખતના ૧૭-૧૮મી સદીના જમાનાના વાતાવરણની ઝલક જોવા મળે છે. નવાઈની વાત છે  કે આપણી ભાષાનીશું શાં પૈસા ચારની પરિસ્થિતિ અંગ્રેજોએ દૂર કરી!
                       એક વખત સમગ્ર ગુજરાત પર અંગ્રેજોનો અંકુશ આવી ગયો ત્યાર પછી વાતાવરણ બદલાયું અંગ્રેજી રાજભાષા બની. પરંતુ અંગ્રેજોએ વેપાર કરવા અને રાજ ચલાવવા માટે માત્ર અંગ્રેજી પર મદાર રાખ્યો નહિ. તેમણે સામાન્ય પ્રજા સાથે પનારો પાડવા માટે ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપ્યું અને તેથી ગુજરાતમાં ફારસી-અરબી કે મરાઠી ભાષા કરતાં ગુજરાતી ભાષાની આબરૂ વધી. ગુજરાતી પ્રજા સાથે સંપર્ક વધારવા અને રાજનું કામ સરળ બનાવવા ઘણાં અંગ્રેજી અમલદારો મહેનત કરીને ગુજરાતી ભાષા પણ શીખ્યા. સર ટી.સી. હોપ કે ફાબર્સ જેવા અંગ્રેજોનું ગુજરાતી જ્ઞાન તે સમયના ઘણા ગુજરાતી વિદ્વાનો જેટલું હતું. આજે પણ કાકા કાલેલકર કે ફાધર વૉલેસ કરતાં અમને વધુ સારું ગુજરાતી આવડે છે એમ આપણામાંથી કેટલા માણસ માથુ ઊંચું રાખી કહી શકે તેમ છેતો ચાલો આપણે પણ આપણી આ ગુજરાતી ભાષાના વ્યાકરણને આ pdf પુસ્તક દ્વારા વધુ જાણીએ અને અન્યને share  કરીએ.  

THANK YOU
વ્યાકરણ પરિચય pdf



Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All