jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Sunday, May 31, 2020

શ્રદ્ધા




સ્નેહીજનો....
આપણે સાંસારિક પકડના પાંચ કારણોપૈકી પ્રથમ પકડ ભય - બીજી પકડ સ્વાર્થ - ત્રીજી પકડ  કરુણા ચોથી પકડ " પ્રેમ " સાથે આજે છેલ્લી સંસાર પકડ "શ્રદ્ધા" વિશે સમજીશું...
👍👌💐5】શ્રદ્ધા💐👌👍
      પાંચમી અને છેલ્લી સાંસારિક પકડ શ્રદ્ધાની છે. વિશ્વભરના તમામે તમામ ધર્મોના અનુયાયીઓ પોતપોતાના ધર્મને, શાસ્ત્રને, ધર્મગુરુઓ તથા વડીલો વગેરેને પકડીને રહેતા હોય છે. અથવા આ પુજ્યવર્ગ, અનુયાયી વર્ગ ઉપર સજ્જડ પકડ ધરાવતો હોય છે. તેમાં મુખ્ય પરિબળ શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે પૂજયતાભાવ સાથેનો પ્રેમ. ભાઈ-ભાઈ વચ્ચે કે મિત્ર- મિત્ર વચ્ચે પ્રેમ હોય,પણ પિતા- પુત્ર કે ગુરુ-શિષ્ય વચ્ચે માત્ર પ્રેમ નહિ પણ પ્રેમની સાથે પૂજયતા ભળે એટલે શ્રદ્ધા-તત્વ પ્રગટે, એ શ્રદ્ધા -તત્વ હોય છે. હા, એક વાત ખાસ યાદ રાખવાની કે પ્રેમની જગ્યાએ મોહ હોય અને મોહની સાથે પુજયતા ભળે તો તેમાંથી અંધશ્રદ્ધા પ્રગટે. ઘણીવાર શ્રદ્ધા કરતાં પણ અંધશ્રધ્ધાની પકડ બહુ જ બળવાન હોય છે. અંધશ્રધ્ધાળુને તરત વિનાશી માર્ગેથી પાછો વાળવો સરળ કામ નથી. મોટા ભાગના સંપ્રદાયો, પંથો,વાડાઓ,મંડળો,શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો જ વધારે પ્રચાર કરતાં જોઈ શકાશે.
     ભારતમાં લગભગ વીસ હજાર ધાર્મિક પંથો છે. દરેકને ઓછા વત્તા અંશે અનુયાયીવર્ગ છે. જો આ બધા વિવેકપૂર્વકની શ્રદ્ધાથી પકડાયેલા હોય તો આટલા બધા પંથો કદી થાત જ નહિ. પણ શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાથી જ મોટો ભાગ ફસાયેલો હોય છે. એટલે તેમનો માર્ગ કલ્યાણકારી નથી બની શકતો. એક વાત નક્કી છે કે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, જે હોય તે, પણ તેથી માનવ-સમુદાય પકડાયેલો રહે છે તેની ના ન કહી શકાય.
           જેને મહત્તાની પરાકાષ્ઠા પોતાનામાં જ જણાય છે એવી વ્યક્તિ કોના ઉપર શ્રદ્ધા કરે ?પોતાનાથી શ્રેષ્ઠ મહાન શક્તિશાળી તત્વના અસ્તિત્વના સ્વીકાર વિના શ્રદ્ધાની શકયતા લગભગ નથી હોતી. પરમેશ્વરવાદી વ્યક્તિ પરમાત્મામાં માત્ર આત્મવાદી કોઈ સંત, સાધુ, આચાર્ય, સિદ્ધ વગેરે ઉચ્ચ કક્ષાના  આત્માઓમાંથી કોઈ એકને કે ઘણાને સર્વશ્રેષ્ઠ માની તેમાં શ્રદ્ધા કરે. જોકે, કોઈ વ્યક્તિમાં કલ્પેલી સર્વશ્રેષ્ઠતા કદી સર્વમાન્ય નથી હોતી. ભિન્નભિન્ન સંપ્રદાયો-પંથોના સર્વોચ્ચો પોતાના સંપ્રદાયોમાં ભલે ભગવાન નાય ભગવાન થઈને પૂજાતા હોય, પણ સંપ્રદાયની સીમા બહાર તેમનું કોઈ મૂલ્ય હોતું નથી. કેટલીક વાર તો બે નજીકના સગા ભાઈ જેવા સંપ્રદાયો એકબીજાના મહાપુરુષોને કાનના કીડા ખરી પડે તેવી નિંદા કરતાં હોય છે. કોણે આત્મ-સાક્ષાત્કાર કર્યો છે તે સાબિતીનો વિષય નહીં, પણ શ્રદ્ધાનો વિષય છે.
આ ક્ષેત્રમાં એવા પણ લોકો હોય છે કે જેમને આત્મસાક્ષાત્કાર તો શું પણ આધ્યાત્મિકતા વિષેનું જ્ઞાન પણ હોતું નથી. પ્રચારના જોરે આવા અસંખ્ય માણસો પૂજાય છે. શ્રદ્ધાનું આ કરુણ દ્રશ્ય જ ગણાય !! આડંબરના મહોરા પહેરીને, આ વ્યક્તિપૂજકો મૂર્તિપૂજકો કરતાં પણ ઘણા ઉતરતી કક્ષાના છે.
          નાસ્તિકોમાં પોતાની જાત ખપાવનાર વર્ગ પણ મહાનાસ્તિક યા સર્વોચ્ચ નાસ્તિકમાં શ્રદ્ધા ધરાવતો હોય છે. એટલે તો  'ગીતામાં કહ્યું છે,,,
      "શ્રધ્ધામયોઙયં પુરુષો યો    
    યચ્છૂદ્ધ:  સ એવ સ:"
      " વ્યક્તિ માત્ર શ્રધ્ધામય છે. જેને જેવી શ્રદ્ધા હોય તેવો થાય." 
      શ્રદ્ધાની અનેકવિધ વિચિત્રતા વચ્ચે પણ પૂરો સમાજ સાચી કે ખોટી શ્રદ્ધાથી પકડાયેલો છે. ગુરુ,રાજા,માતા-પિતા, વડીલો, વગેરે પ્રત્યે શ્રદ્ધા રહે તે કલ્યાણકારી છે. સંપૂર્ણ ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્ર શ્રદ્ધાના પાયા પર ઊભુ છે. જો શ્રદ્ધા  ના હોય તો બધાં એકડા વિનાનાં મીંડા
જેવાં પરિણામ આપે.
                સાંસારિક પકડના પાંચ કારણોની અહીં વાત થઈ. સંસારની સૌથી વધુ સમર્થ તથા સુખી વ્યક્તિ તે છે, જે આ પાંચ પકડોની સિદ્ધિ ભોગવી રહે છે. અર્થાત જેની પાસે ભયશક્તિ, સ્વાર્થશક્તિ, કરૂણાશક્તિ, પ્રેમશક્તિ, તથા શ્રદ્ધાશક્તિ હોય તે વ્યક્તિ જરૂર શક્તિશાળી હોય જ. આવી વ્યક્તિ હજારો માણસો ઉપર પકડ રાખી શક્તી હોય છે અને મહાન કાર્યો કરી શક્તી હોય છે

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All