jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Sunday, October 25, 2020

GENERAL KNOWLEDGE SOCIAL SCIENCE

🏮 બિનસચિવાલય અને વર્ગ-3ની તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી ઈતિહાસના પ્રશ્નો
1) કઈ કાંસ્ય મૂર્તિ વિશ્વવિખ્યાત છે?– નટરાજ
2) સલ્તનત યુગની એકમાત્ર સ્ત્રી શાસિકા કોણ?– રઝિયા સુલતાન
3) કોને વિદ્વાનો સલ્તનત યુગનો અકબર કહે છે?– ફિરોઝ તઘલક
4) મહંમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા?– જૂનાગઢ અને પાવાગઢ
5) દક્ષિણ ભારતમાં કયો મહાન સંગીતકાર તરીકે જાણીતો બન્યો?– સારંગદેવ
6) ઢાઈ દિનકા ઝોંપડા મસ્જીદ કયા આવેલી છે?– અજમેર
7) વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી?– હરિહર અને બુક્કરાય
8) ત્રણ સમુદ્રના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે?– બુક્કરાય પહેલાને
9) વિજયનગરનો સૌથી મહાન રાજવી કોણ હતો?– કૃષ્ણદેવ રાય
10) કયો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે?– કૃષ્ણદેવ રાયનો સમય
11) કૃષ્ણદેવ રાયના સમયમા વિજયનગર સામ્રાજ્ય કેટલા વિભાગમાં વહેચાયેલું હતું?– ૬ પ્રાંતમાં
12) બીજાપુરનો સ્થાપક કોણ હતો?– યુસુફ આદિલશાહ
13) મધ્યયુગનો મહાન રાજ્યકર્તા અને સુધારક કોણ ગણાય છે?– શેરશાહ
14) જમાબંધી પદ્ધતિ કોણે વિકસાવી ?– રાજા ટોડરમલે
15) ટપાલની સુંદર અને વ્યવસ્થિત વ્યવસ્થા કોણે દાખલ કરી?– શેરશાહ સૂરી
16) અકબરને કયો વફાદાર રાજ્યરક્ષક મળ્યો હતો?– બહેરામખાન
17) અકબરે કયા ધર્મની સ્થાપના કરી?– દિને ઇલાહી
18) અકબરે મુખ્ય સલાહકાર તરીકે કોણે નીમ્યો?– ટોડરમલને
19) અકબરના દરબારમાં કુલ કેટલા રાતનો હતા?– નવરત્નો
20) તાજમહાલ કોણે બંધાવ્યો?– શાહજહાં
21) કોહિનૂર અને મયૂરાસન કોણ પોતાની સાથે લઇ ગયો?– ઈરાનનો નાદિરશાહ
22) ઢાકા શેની માટે પ્રખ્યાત હતું?– મલમલ
23) અકબરે કયા ચાંદીના સિક્કા શરુ કાર્ય?– જલાલી
24) મુઘલ સમયમાં રાજભાષા કઈ હતી?– પર્શિયન
25) અકબરના દરબારમાં કુલ કેટલા ચિત્રકારો હતા?– ૧૭
26) હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું?– પી.ઈ. રોબર્ટસ
27) ગાયકવાડી શાસનને લગતા કેટલા ખતપત્રો મળ્યા છે?– ૨૪
28) પાળિયાલેખો સૌથી વધુ ક્યાંથીમળી આવે છે?– કચ્છ
29) કયા સિક્કાઓ બોડીયા રાજાના સિક્કા કહેવાતા ?– એડવર્ડ – ૭ ના
30) કચ્છના ચલણી સિક્કાઓ કયા નામે ઓળખાતા?– કોરી
31) કયા સિક્કાઓ તાજવાળા અને શાહી પોશાક્વાળા તૈયાર કરાયા?– રાજા પંચમ જ્યોર્જ
32) કયો શાસક ઇતિહાસમાં રંગીલા શાસક તરીકે ઓળખાતો?– મુહંમદશાહ
33) મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?– બાલાજી વિશ્વનાથન
34) પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાનો કોની સામે પરાજય થયો?– અહમદશાહ અબ્દાલી
35) પ્લાસીની યુદ્ધ ક્યારે લડાયું?– ઈ.સ. ૧૭૫૭
36) હૈદરાબાદનો સ્થાપક કોણ હતો?– નિઝામ
37) અંગ્રેજોનો પ્રબળ દુશ્મન કોણ હતો?– ટીપું સુલતાન
38) ત્રીજા મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું?– ટીપું સુલતાનની હાર થઇ
39) જાગીરદારી પ્રથાનો અંત કોણ લાવ્યું?– ટીપું સુલતાન
40) ટીપું સુલતાન કેટલી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો?– ત્રણ
41) જયપુર શહેર કોણે વિકસાવ્યું?– સવાઈ જયસિંહે
42) કઈ કોમ ઇતિહાસમાં લડાયક કોમ તરીકે ઓળખાય છે?– શીખ
43) જંતરમંતરનું નિર્માણ કોણે કરાવ્યું?– સવાઈ જયસિંહે
44) પંજાબના જુદાજુદા ભાગનું એકીકરણ કોણે કર્યું?– રણજિતસિંહ
45) મુઘલોને હાર આપનાર વીર નેતા કોણ?– બડફકન
46) પ્રથમ બારમી વિગ્રહને અંતે કઈ સંધિ થઇ?– બદાયુની સંધિ
47) તુર્કોએ કઈ સાલમાં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?– ઈ.સ્‌. ૧૪૫૩
48) પ્રિન્સ હેન્રી ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે?– હેનરી ધ નેવિગેટર
49) ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?– વાસ્કો ડી ગામા
50) અમેરિકા ખંડ કોણે શોધ્યો?– કોલંબસે
51) વાસ્કો ડી ગામાને ભારત તરફનો રસ્તો કોણે બતાવ્યો?– અહમદ ઇબ્ને મજીદ
52) પોર્ટુગીઝ સરકારે પ્રથમ ગવર્નર તરીકે કોને ભરતા મોકલ્યો?– આલ્મેડા
53) ફિરંગી પછી ભારતમાં કઈ યુરોપીય પ્રજા ભારત આવી?– વલંદા
54) રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો ક્યારે આપ્યો?– ઈ.સ. ૧૬૦૦
55) પ્રથમ અંગ્રેજ વેપારીઓની ટુકડી કોના નેતૃત્વ હેઠળ ભારત આવી?– કેપ્ટન હોકિન્સ
56) અંગ્રેજોએ કયા ત્રણ મહાનગરનો વિકાસ કર્યો?– મુંબઈ, મદ્રાસ અને કોલકાતા
57) ફ્રેન્ચોએ સૌપ્રથમ વેપારી કોઠી કયા સ્થાપી?– સુરત
58) બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું?– ઈ.સ. ૧૭૬૪
59) બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતની દીવાની સત્તા પ્રાપ્ત થઇ?– બંગાળ, બિહાર અને ઓરિસ્સા
60) કયા યુદ્ધથી અંગ્રેજો બંગાળના કાયદેસરના મલિક બન્યા?– બંગાળના
61) કઈ સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો?– ઈ.સ. ૧૭૭૦
62) ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો?– રોબર્ટ ક્લાઈવે
63) સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી ?– વેલેસ્લી
64) પિંઢારાઓના ત્રાસમાંથી કોણે લોકોને મુક્ત કરાવ્યા?– લોર્ડ હેસ્ટિંગ્સ
65) કયો વાઈસરોય ઉગ્ર સામ્રાજ્યવાદી હતો?– જનરલ ડેલહાઉસી
66) દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે દાખલ કરી?– કલાઈવે
67) પીટનો ધારો ક્યારે અમલમાં આવ્યો?– ઇ.સ ૧૭૮૪
68) નિયામક ધારો ક્યારે ઘડાયો?– ઇ.સ ૧૭૭૩
69)સનદી સેવાઓ સાચી શરૂઆત કરનાર કોણ હતો?– લોર્ડ કોર્નવોલિસ
70) પોલીસસેવાની શરૂઆત કોણે કરી?– લોર્ડ કોર્નવોલિસ
1. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા થયો હતો?              – ટંકારા
2. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું સુત્ર આપ્યું?                        – વેદ તરફ પાછા વળો
3. સ્વામી દયાનંદ સરસ્વતીએ કઈ ચળવળ શરુ કરી?            – શુદ્ધિ ચળવળ
4. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?                             – સ્વામી વિવેકાનંદે
5. વિશ્વ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?                            – સ્વામી વિવેકાનંદે
6. ભારતના મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થતો હતો?             – મહર્ષિ અરવિંદ
7. પછાત વર્ગ માટે આજીવન સેવ કરનાર નારાયણ ગુરુનો જન્મ કયા થયો હતો?                     – કેરળમાં
8. થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી?                      – મેડમ બ્લેવેટસ્કી અને કર્નલ આલ્કોટ
9. હોમરુલ લીગની સ્થાપના કોણે કરી?                        – એની બેસન્ટે
10. કઈ સાલમાં સતીપ્રથા લોર્ડ વિલિયમ બેન્ટિકે ગેરકાયદેસર જાહેર કરી?             –ઇ.સ  ૧૮૨૯મા
11. કઈ સાલમાં લગ્ન માટે પુખ્ત વાય ઠરાવતો કાયદો પસાર કરવામાં આવ્યો?– ઇ.સ ૧૮૯૧
12. ભારતનું પ્રથમ સમાચારપત્ર કયું?– બેંગોલ ગેઝેટ
13. આનંદમઠ નવલકથાના લેખક કોણ?– બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
14. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી?– સર એ.ઓ.હ્યુમ
15. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદભવ કયા થયેલો જોવા મળે છે?– યુરોપમાં
16. જહાલવાદના મુખ્ય નેતાઓ કોણ હતા ?– લાલ, બાલ, અને પાલ
17. જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?– લોકમાન્ય ટિળક
18. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?– લોકમાન્ય ટિળક
19. શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?– લાલા લજપતરાય
20. બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?– ઇ.સ ૧૯૦૫મા
21. સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા?– ત્રણ
22. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૦૬મા
23. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?– ઇ.સ ૧૯૧૧મા
24. અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી?– અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે
25. ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?– શ્યામજી કૃષ્ણ વર્મા
26. ગદર પક્ષની સ્થાપના કોણે કરી?– હરદયાળે
27. જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?-રાસબિહારી ઘોષે
28. અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?– ચંપક રમન પિલ્લાઈ
29. ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?– ઇ.સ ૧૯૧૫
30. ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો?– ચંપારણ સત્યાગ્રહ
31. અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૨૦મા
32. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?– ઇ.સ ૧૯૧૯
33. ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા?
– મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી
34. બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?
– નેહરુ અહેવાલ
35. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?– ૧૨ માર્ચ ૧૯૩૦
36. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?– વિનોબા ભાવે
37. કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?– સુભાષચંદ્ર બોઝ
38. નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?– સિંગાપુર
39. નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?– કેપ્ટન લક્ષ્મી સેહગલ
40. જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?– હિરોશીમા અને નાગાસાકી
41. હિંદના ભાગલા ક્યારે પડ્યા?– ઇ.સ ૧૯૪૭
42. સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?– ૫૬૨
43. ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?– શ્રી એમ વિશ્વસરૈયા
44. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૫૦મા
45. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી?– ઇ.સ ૧૯૫૧મા
46. હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ?–  મેક્સિકો
47. કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?– ઇ.સ ૧૯૫૨થી
48. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો?– આર્યભટ્ટ અને ઇ.સ૧૯૭૫
49. વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે?– ગાંધીનગર
50. તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?– ભારત અને પાકિસ્તાન
51. પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?– ભારત અને ચીન

પરીક્ષા મા પુછાય શકે તેવા કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકો

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કતૂબ મિનર - કૂતબૂદીન ઐબક 
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન 
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત
⭐️ ગુજરાતમાં આવેલા સિંધુ અથવા હડપ્પીય સભ્યતા સ્થળ ⭐️
🎯 રંગપુર
👉🏿ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય નગર
👉🏿 ભાદર નદીના કિનારે આવેલી નાની વસાહત છે
👉🏿 ઈ.સ. ૧૯૩૧ માં મધોસ્વરૂપ વત્સે તથા ૧૯૫૩ માં એસ.આર. રાવે અહીં ખોદકામ કર્યુ હતુ.
👉🏿 અહીં ટીંબાના ઉત્ખનનમાં વસ્તીના ત્રણ પ્રકાર પ્રાપ્ત થયા છે.
👉🏿 માટીની પકવેલી બંગળીઓ, છીપની બંગળીઓ, ઝીણા મણકા મળ્યા.
👉🏿 ચળકતા લાલ મૃત્પાત્રની સાથે કાળા અને લાલ મૃત્પાત્ર પણ મળ્યા.
👉🏿 અહીં કોઈ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી નથી.
👉🏿 અનાજની ભુસીનો ઢગલો, કાંચી ઈંટોના દૂર્ગ, ગટર વ્યવસ્થા વગેરે અહીંથી મળી આવ્યા.
🎯 રોજડી (શ્રીનાથગઢ)
👉🏿 રાજકોટ જિલ્લાના ભાદર નદીનાં કાંઠે આવેલું છે.
👉🏿 લાલ અને ભુરા મૃત્પાત્ર મળ્યા તથા અબરખિયાં લાલ મૃત્પાત્ર પણ મળ્યાં
👉🏿 અહીંથી હાથીના અવશેષો મળ્યા, ચપચ થાળી અને ઊંચી ડોકવાડી બરણી મળી
👉🏿 બાણ ફળાં અને માછલા પકડવાની ગલ મળ્યા
👉🏿 બે તોલા મળ્યા જે એક અકીકનું અને બીજું ચર્ટનનું હતુ
👉🏿 શેલખડીના ઝીણા મણકા અને પાકી માટીના નળી ઘાટના મણકા મળ્યા
👉🏿 ઈ.સ. પૂર્વે ૧૯૦૦ વસાહત શરૂ થઈ ઈ.સ. પૂર્વે ૧૬૦૦ માં તેનો અંત આવ્યો 
🎯 પ્રભાસ 
👉🏿 વસાહતોના બે સ્તરમાંથી પ્રથમ સ્તર અનુકાલીન હડપ્પીય સંસ્કૃતિનો છે, જેમાં રાખોડિયાં મૃત્પાત્ર તથા પ્રભાસ મૃત્પાત્ર પ્રચલિત હતા
👉🏿 પ્રભાસ મૃત્પાત્ર લીલાશ પડતા રંગના કે રાખોડિયા રંગના છે અને આછા ગુલાબી રંગના લેપ ઉપર ચોકલેટ રંગના કે ભૂરાશ પડતા રંગના લેપ ઉપર ગુલાબી રંગનુ ચિત્રામણ જોવા મળે છે.
👉🏿 બીજા સ્તરમાં ચળકતા લાલ મૃત્પાત્રો જોવા મળે છે. ઈ.સ. પૂર્વે ૧૭૦૦ થી ૧૪૦૦ માં વિક્સયુ જણાય છે.
🎯 દેસલપર

👉🏿 સૈન્ધવ્ય (સિંધુ) સભ્યતાનું ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ
👉🏿 કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કાંઠે હડપ્પીય સંસ્કૃતિની વસાહત મળી આવી
👉🏿 હડપ્પીય લાલ અને બદામી મૃત્પાત્રો મળ્યા
👉🏿 નદી કાંઠા પર પૂર-રોધક આડશ તરીકે પથ્થરની જાડી દિવાલ બાંધેલી મળી આવી
👉🏿 કાંચી ઈંટોના મકાન, સિંધુ તોલા, મુદ્રાંક મળ્યા જે મહત્વનું વેપારીકેન્દ્ર હોવાનું સૂચવે છે
👉🏿 આનો વિકાસકાળ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ થી ૧૬૦૦ માં થયો હતો
👉🏿 હડપ્પીય નગરનું ઈ. સ. પૂર્વે ૧૯૫૦ ના અરસામાં પૂરથી નાશ થયું. પંરતુ થોડા જ સમયમાં ફરીથી વસાહત થઈ
👉🏿 અહીં ક્ષિયમાણ હડપ્પીય સંસ્કૃતિ પાંગરી
👉🏿 ઈ.સ. પૂર્વે ૧૬૦૦ માં બીજા પૂરથી વસાહત નાશ પામી
🎯 ધોળાવીરા
👉🏿 કચ્છના ભચાઉ તાલુકાના ખરીદબેટમાં ધોળાવીરા આવેલું છે. આ સ્થળને સ્થાનિક લોકો ‘કોટડા’ તરીકે ઓળખાવે છે.
👉🏿 ઈતિહાસકાર કે.સી. શ્રીવાસ્તવના મતાનુસાર ધોળાવીરા સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર તથા મોટું નગર છે.
👉🏿 ધોળાવીરાનો વિસ્તાર પૂર્વે-પશ્ચિમે ૭૭૫ મીટર અને ઉત્તર-દક્ષિણ ૬૦૦ મીટર જેટલો છે જેનું ક્ષેત્રફળ ૧૦૦ હેક્ટર છે.
👉🏿 તેમાં ત્રણ મુખ્ય વિભાગો છે
૧. ગઢ(દુર્ગ)- શાસક અધિકારીઓનું  રહેઠાણ
૨. મધ્ય નગર- અન્ય અધિકારીઓનું  રહેઠાણ
૩. નીચલુ નગર- સામાન્ય લોકોની વસાહત
👉🏿 ઈ.સ. ૧૯૬૭-૬૮ માં સૌપ્રથમ પુરાતત્વવિદ જ.પી. જોશીએ ખોદકામ કર્યુ ત્યાર પછી ઈ.સ. ૧૯૯૦-૯૧ માં આર.એસ. વિષ્ટ દ્રારા યોગ્ય પ્રમાણમાં ઉત્ખનન કરાયું
👉🏿 સંરક્ષણની દ્રષ્ટિએ ઉત્તમ રચના એવા નગરની ચારે દિશાઓમાં દરવાજાઓ હતા
👉🏿 મધ્ય નગરમાં ૧૨.૮૦ મીટર લાંબુ તળાવ ખોદાયેલું જોવા મળ્યુ, જેમાં વરસાદનું પાણી એકત્ર કરવા માટે ૨૪*૭ મીટરનો એક જળમાર્ગ બનાવોલો જોવા મળે છે
👉🏿 અહીંથી પોલીશદાર સફેદ પાષાણખંડ મળ્યા છે
👉🏿 અહીં ૧૦ સિંધીલિપિના ઘણાં મોટા અક્ષરો જોવા મળે છે. જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામ્યા છે જે એક અદભૂત ખોજ છે
👉🏿 તાંબુ ઓગાળવાની ભઠ્ઠીઓ, ઓજારો બનાવવાના  ઉપકરણ, અને ધાતુની બંગળીઓ, વિવિધ પ્રકારના મણકા, વીંટીઓ, સોનાના ઘરેણા મળી આવ્યા
👉🏿 આ વસાહતનો સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ૧૯૦૦ હતો

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All