સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવાશે:શિક્ષણમંત્રી
ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે હાલ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને 1થી 9 તેમજ 11માં ધોરણને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે પણ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે પણ આ પરીક્ષાઓ મોકૂફ નથી રાખવામાં આવી ત્યારે આજે શિક્ષણમંત્રીએ આ અંગે મહત્વની વાત કરી હતી.
15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે
ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ પરીક્ષાને લઈને 18 એપ્રિલના રોજ જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે.
No comments:
Post a Comment