Somnath temple history
સોમનાથ મહાદેવની સ્થાપના કોણે કરી?: શા માટે કરી ? ગુજરાતીમાં ઇતિહાસ વાંચો અને જાણો. .
ટુંકાણમાં જવાબ છે – ચંદ્ર(સોમ)એ! શા માટે કરી એની પાછળની કથા અહીઁ ટૂંકમાં રજૂ કરી છે : દક્ષ પ્રજાપતિની ૨૭ રૂપરૂપના અંબાર જેવી કન્યાઓ ચંદ્રને વરી હતી. પણ સોમરાજા તેમાંથી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા. બીજી રાણીઓ તરફ તેમનું ધ્યાન નહોતું. આથી વ્યથિત થયેલી રાણીઓએ પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષ રાજાએ સોમને સમજાવ્યો. એકથી વધારે વાર કહ્યું કે, મારી બધી દીકરીઓને સરખી રાખો. પણ ચંદ્ર પર તેની કોઈ અસર ના થઈ.આખરે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો કે, તારો ક્ષય થાઓ! ક્ષયને તો રાજરોગ માનવામાં આવે છે. ચંદ્ર રાત-દિવસ ક્ષીણ થવા લાગ્યો. શરીર કથળતું ગયું. આમાંથી બચવા માટે દેવોનાં કહેવાથી ચંદ્રએ શિવની આરાધના શરૂ કરી. પ્રભાસતીર્થમાં આવીને સરસ્વતી નદી જ્યાં સમુદ્રને મળે છે, એ ઉત્તરના કાંઠે સ્નાન કરીને કાયમ ચંદ્ર શિવની આરાધના કરવા લાગ્યો. આખરે એક દિવસ શિવ પ્રસન્ન થયા. ચંદ્રને અપાયેલો શાપ સમૂળગો તો નષ્ટ ના થયો પણ તેમને રાહત તો ચોક્કસ મળી. પંદર દિવસ તેમનો ક્ષય થવાનો અને ફરી પંદર દિવસ એ ઊર્જાવાન બનવાનો! ચંદ્રએ એ ટાણે યજ્ઞ કરીને શિવના લિંગની સ્થાપના કરી, જે ‘સોમનાથ’ તરીકે જાણીતું થયું! ચંદ્રની યાદ લોકોએ પૃથ્વી ફરતે ફરતા અવકાશીય ઉપગ્રહ સાથે જોડી તેને અમર બનાવી દીધો. તેમની રોહિણી સમેત ૨૭ પત્નીઓ આજે નક્ષત્ર કહેવાય છે અને ખગોળવિદ્યામાં પાયાનું મહત્ત્વ ધરાવે છે.
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[૧] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરની મહાત્મય આદિકાળથી છે. મહાભારતમાં તો શાંતિપર્વથી લઈને ઘણે ઠેકાણે સોમનાથનો ઉલ્લેખ છે. ‘સ્કંદપુરાણ’માં ‘પ્રભાસખંડ’ નામથી આખો એક વિભાગ છે, જેમાં સોમનાથને લગતી મહત્ત્વની જાણકારી મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ જ તીર્થક્ષેત્રમાં ભાલકામાં દેહત્યાગ કર્યો હતો એ કથા તો જાણીતી છે.આ ઉપરાંત, ભગવાન શ્રીરામ પણ પ્રભાસમાં આવેલા અને આશાપુરા ગણપતિની અર્ચના કરેલી. પિતાની હત્યાનું પ્રાયશ્વિત કરવા માટે થઈને ભક્ત પ્રહલાદ પણ સોમનાથ દાદાની પૂજા અર્થે આવેલ. સોમનાથના પ્રતિષ્ઠા યજ્ઞમાં ખુદ બ્રહ્માએ અને માતા સાવિત્રીએ હાજરી આપેલ. કહેવાય છે કે, ધ્રુવ પણ આ ક્ષેત્રનાં દર્શનાર્થે અને અહીઁ તપસ્ય માટે આવેલ. વળી, પુરાણપ્રસિદ્ધ અનેક મહર્ષિઓ આ ધરતી ઉપર પધાર્યા હતા એ તો ખરું જ.
રાવણ કર્મે તો રાક્ષસ હતો પણ તેની ઓળખ ‘શિવભક્ત’ તરીકેની પણ છે. એક વખત પ્રભાસક્ષેત્ર ઉપરથી તેનું પુષ્પક વિમાન(જે તેમણે ભાઈ કુબેર પાસેથી પડાવ્યું હતું) ઉડ્ડયન ભરતું હતું, તે વખતે સોમનાથ મંદિરનાં આકાશ માથે આવતા જ વિમાન થંભી ગયેલું. કોઈ કાળે આઘાપાછું થયું નહી. આખરે રાવણે ધરતી પર આવીને ભગવાન શિવની ભક્તિ કરેલી.મહાભારત કાળમાં, પાંડવો પણ અવારનવાર ભગવાન સોમનાથનાં દર્શન કરવા આવતા હોવાનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લેવા તેઓ દ્વારિકા આવતા ત્યારે પ્રભાસમાં દર્શન કરવા ઘણીવાર આવતા.
અનેક ઘટનાઓનો સાક્ષી:
પ્રભાસક્ષેત્રમાં જ, સોમનાથ મહાદેવનાં મંદિરથી થોડે દૂર હિરણ-સરસ્વતી-કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ રચાય છે. જે સ્થાને આ નદીઓ સમુદ્રને મળે છે તેને ભાવિકો ‘ત્રિવેણી’ તરીકે ઓળખે છે. સરસ્વતી નદીનું મહાત્મય ઘણું છે. આ સંગમ પૌરાણિક કથાઓથી જ બહુ મહત્ત્વ ધરાવે છે.એવું કહેવાય છે કે, પ્રભાસ તીર્થક્ષેત્ર પહેલા ‘હિરણ્યસરસ’નાં નામથી ઓળખાતું. હિરણ અને સરસ્વતી નદીઓનાં નામ ઉપરથી આ નામ પડ્યું હોય તેવું જણાય છે. આજે પણ સોમનાથની થોડે દૂર પૂર્વમાં ‘હરણાસા’ અને દૂર ઉત્તરમાં ‘સરસવા કે સારસવા’ ગામ આવેલાં છે, જેના પરથી આ વાતનો ખ્યાલ આવે છે.આજે બહુ ઓછા લોકોને ખબર હશે ગુજરાતનાં આ ત્રણ પ્રસિદ્ધ મંદિરો અને એ સિવાય ગુજરાત અને ગુજરાત બહારનાં અનેક જાણીતા મંદિરો બનાવવા પાછળ એક જ માણસનું દિમાગ હતું. એ હતા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા!
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી.[૧૦] શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.[સંદર્ભ આપો
] સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.[૩]
૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. [૪] સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.[૫] અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. [૬] મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું.[૭][૮] ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.[૯]
सोमनाथ की स्थापना किसने की थी?
संक्षेप में उत्तर है - चंद्रमा (सोम) a! कारी को यहाँ संक्षेप में क्यों प्रस्तुत किया गया है इसके पीछे की कहानी: दक्ष प्रजापति के ६ रूप एम्बर जैसी लड़कियां चंद्रमा के लिए भेड़िये थीं। लेकिन सोमराजा रोहिणी को सबसे ज्यादा प्यार करते थे। उसने अन्य रानियों पर ध्यान नहीं दिया। परेशान रानियों ने अपने पिता दक्ष प्रजापति से शिकायत की। दक्ष राजा ने सोम को समझाया। एक से अधिक बार कहा, मेरी सभी बेटियों को वैसे ही रखो। लेकिन इसका चंद्रमा पर कोई प्रभाव नहीं पड़ा।अंत में, दक्ष प्रजापति ने चंद्रमा को श्राप देते हुए कहा, "क्या आप क्षय हो सकते हैं!" क्षय रोग को एक रोग माना जाता है। चाँद दिन-रात ढलने लगा। शरीर बिगड़ गया। इससे बचने के लिए चंद्र ने देवताओं को बताकर शिव की पूजा करनी शुरू कर दी। प्रभासतीर्थ में पहुँचकर, सरस्वती नदी, जहाँ समुद्र मिलता है, उत्तरी तट पर स्नान किया और हमेशा के लिए चंद्रमा शिव की पूजा करने लगी। अंत में एक दिन शिव प्रसन्न हुए। चंद्रमा को दिया गया श्राप पूरी तरह से समाप्त तो नहीं हुआ लेकिन उन्हें राहत जरूर मिली। उनके क्षय के पंद्रह दिन और ऊर्जावान होने के पंद्रह दिन! चंद्रा ने उस ताने यज्ञ को संपन्न कर शिव के लिंग की स्थापना की, जो 'सोमनाथ' के नाम से विख्यात हुआ! चंद्रमा की स्मृति ने उसे पृथ्वी की परिक्रमा करने वाले एक अंतरिक्ष उपग्रह के साथ जोड़कर लोगों को अमर बना दिया। आज उनकी रोहिणी सहित 3 पत्नियों को नक्षत्र कहा जाता है और खगोल विज्ञान में उनका मौलिक महत्व है।
प्रह्लाद से कृष्ण तक:
सोमनाथ मंदिर के महात्मा प्राचीन काल से हैं। महाभारत में शांतिपर्व से कई स्थानों पर सोमनाथ का उल्लेख मिलता है। 'स्कंदपुराण' में 'प्रभासखंड' नामक एक पूरा खंड है, जिसमें सोमनाथ के बारे में महत्वपूर्ण जानकारी है। कहानी सर्वविदित है कि भगवान कृष्ण का इसी तीर्थ क्षेत्र में भालका में निधन हो गया था। भक्त प्रह्लाद भी अपने पिता की हत्या का प्रायश्चित करने के लिए सोमनाथ दादा की पूजा करने आया था। सोमनाथ के प्रतिष्ठा बलिदान में स्वयं ब्रह्मा और माता सावित्री ने भाग लिया था। कहा जाता है कि ध्रुव भी यहां इस क्षेत्र का भ्रमण करने और यहां तपस्या करने आया था। इसके अलावा, यह सच है कि कई पौराणिक महर्षि इस धरती पर आए थे।
रावण कर्म एक राक्षस था लेकिन उसे 'शिव भक्त' के रूप में भी जाना जाता है। एक बार उनका फूल विमान (जिसे उन्होंने भाई कुबेर से पकड़ा था) प्रभासक्षेत्र के ऊपर से उड़ रहा था, सोमनाथ मंदिर के आसमान में उतरते ही विमान रुक गया। फिर कभी पीछे मुड़ कर नहीं देखा। आखिरकार रावण धरती पर आया और उसने भगवान शिव की पूजा की। जब वे भगवान कृष्ण की सलाह लेने के लिए द्वारिका आए, तो वे अक्सर प्रभास से मिलने आते थे।
कई घटनाएं गवाह हैं:
प्रभासक्षेत्र में ही सोमनाथ महादेव के मंदिर से कुछ ही दूरी पर हिरण-सरस्वती-कपिला नदियों का त्रिवेणी संगम बनता है। जिस स्थान पर ये नदियाँ समुद्र से मिलती हैं, उसे भक्तों द्वारा 'त्रिवेणी' के नाम से जाना जाता है। सरस्वती नदी के बहुत सारे महात्मा हैं। पौराणिक कथाओं से यह संगम बहुत महत्वपूर्ण है।कहा जाता है कि तीर्थयात्रा से पहले प्रभास 'हिरण्यसार' के नाम से जाने जाते थे। ऐसा लगता है कि यह नाम हिरण और सरस्वती नदियों के नाम से लिया गया है। आज भी सोमनाथ से थोड़ा पूर्व में 'हरनासा' और सुदूर उत्तर में 'सरसवा' या 'सरस्वा' के गाँव हैं, जिनसे यह स्पष्ट होता है। आज बहुत कम लोग गुजरात के इन तीन प्रसिद्ध मंदिरों को जानते होंगे जो केवल एक ही व्यक्ति के थे सृष्टि के पीछे मन वो थे प्रभाशंकर ओघड़भाई सोमपुरा!
No comments:
Post a Comment