માઈક્રોસોફ્ટ ટિમ્સ દ્વારા ધોરણ 1 થી 8 ના દરેક શિક્ષકોને પોતાના યુઝર આઈ.ડી અને પાસવર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા છે.
જે શિક્ષકોને પોતાની શાળાના અથવા ફક્ત ટેકનોસેવી શિક્ષકોના યુઝર આઇડી પરથી લોગીન થતાં હતા તેમના માટે હવે તે શિક્ષકો પોતાના જ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી માઈક્રોસોફ્ટ ટિમ્સમાં લોગીન થઈ શકશે.
સૌ પ્રથમ 6 થી 8 ના દરેક શિક્ષકે અહી કિલક
કરી અથવા પ્લે સ્ટોરમાથી microsoft team APP ડાઉનલૉડ કરવી. જે શિક્ષકોએ ડાઉનલોડ કરેલ છે તેને આ એપ્લિકેશન ઓપન કરી ઉપરની ડાબી બાજુ ત્રણ ટપકા જોવા મળશે તેના ઉપર ક્લિક કરી એડ એકાઉન્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ લોગીન થવા માટે તમારો SSA તરફથી મળેલ આઠ આંકડાનો ટીચર આઇડી નંબર@તમારા જિલ્લાનું નામ.gujccc.com જેમ કે આઈ ડી નંબર 10056680 છે અને જિલ્લો સુરત છે તો તેનો આઈ ડી 10056680@surat.gujccc બનશે॰. ત્યારબાદ આ આઈ ડી અને પાસવર્ડ school@123 નાંખી લોગઈન થઈ શકાશે. ત્યારબાદ તમારે પાસવર્ડ બદલવાનો રહેશે પાસવર્ડ આઠ અંકનો જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર, અને સ્પેશિયલ લેટરનો સમાવેશ કરવો.
No comments:
Post a Comment