ONLINE SCHOLARSHIP UPDATE
- જો કોઇ શાળાઓ પોતાની વિગતો જેવી કે શાળાનું નામ કે અન્ય વિગતો ડિજિટલ પોર્ટલ પર સુધારવા માંગતા હોય તો પહેલા આ વિગતો સમગ્ર શિક્ષા અભિયાનના ડેટા બેઝમાં સુધરાવી જિલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી સુધરાવી શકે છે.
- જો કોઇ શાળા/સંસ્થા/કોલેજમાં આચાર્યશ્રી બદલાયેલ હોય કે નિવૃત થયેલ હોય તો તેવી સંસ્થાના આચાર્યશ્રીઓ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી જિલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી નામ/મોબાઇલ નંબર સુધરાવી શકે છે.
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન કરવા માટે રજીસ્ટર મોબાઇલ પર જે OTP આવે તેની મદદથી જ લોગીન કરી શકાય છે. આ OTP NIC દ્રારા ડેવેલોપ કરવામાં આવેલ “SANDES” મોબાઇલ એપ્લીકેશ પરથી પણ મેળવી શકાય છે. “SANDES” એપ્લીકેશન Install કરવા માટે અહી ક્લીક કરો "એન્ડ્રોઇડ પ્લે સ્ટોર" અથવા "iOS એપ સ્ટોર."
- આથી તમામ આચાર્યશ્રીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ ની SC / ST / SEBC / EBC /Minority / NTDNT / Disable વિદ્યાર્થીઓની રાજ્ય /કેન્દ્ર સરકારશ્રીની લગત ધો: ૧ થી ૧૦ની પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજનાઓની ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની ઓનલાઇન કામગીરી શરૂ થઇ ગયેલ છે. જેથી જે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ અને આધારકાર્ડ વેરીફાઇડ થઇ ગયેલ છે. તેવા SEBC વિદ્યાર્થીઓની પ્રપોઝલ દિન-૭માં ઓનલાઇન બનાવી સંબધિત જિલ્લા કચેરીઓને ઓનલાઇન મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.
◆ આટલું કરો નહિ તો શિષ્યવૃત્તિ જમા નહિ થાય
ખાસ નોંધ.: જે વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા છે એમના નામ તેઓ જે વર્ષમાં શાળા છોડી ગયા છે તે વર્ષમાં ડીલીટ કરવા. આગળના વર્ષમાં ડીલીટ કરવા નહીં..આધાર કાર્ડ ન હોય તો આધારકાર્ડ ની માહિતી લખ્યા વગર બાળકોની એન્ટ્રી થઈ શકશે નહીં. આધારકાર્ડ વેરીફાઇડ થશે તો જ SEBC વિદ્યાર્થીઓના પ્રપોઝલમાં નામ આવશે . બેંક એકાઉન્ટ વિના એન્ટ્રી થઈ શકશે નહી. SC / ST વિદ્યાર્થીઓના રેશનકાર્ડમાં નામ હશે તો જ એના નામ પ્રપોઝલમાં એડ થઈ શકશે. એન્ટ્રી કરતી વખતે જે તે વિદ્યાર્થીનો રેશનકાર્ડમાં અનુક્રમ નંબર હશે તે નાખી ગેટ ડીટેલ કરતાં જે તે વિદ્યાર્થીનું નામ આવી જશે.
No comments:
Post a Comment