❇️ ઈંડિયા ગેટ વિશે જાણવા જેવું.
ઈંડિયા ગેટ (હિંદી: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હીના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પિત હતી. શરૂઆતમાં અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકોના નામ તેના પર અંકિત છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાં લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
ચંદરવો ફેરફાર કરો
આ ગેટની એકદમ પાછળ એક ખાલી ચંદરવો આવેલો છે તેની રૂપરેખા પણ લ્યુટાઈંસ દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. આ ચંદરવો ૧૮મી સદીમાં સ્થાપિત મહાબલીપુરમ મંડપોથી પ્રેરીત છે. તેમાં ભારતની સ્વતંત્રતા સુધી કિંગ જ્યોર્જ – ૫ ની પ્રતિમા મૂકાયેલી હતી જેને અત્યારે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારા જવાનોના નામ આ ગેટ પર લખવામાં આવ્યાં છે
ઈંડિયા ગેટની કમાનની નીચે જવાનોની સમાધિ પર ૧૯૭૧થી અજ્ઞાત શહીદ સિપાહીઓની યાદમાં એક જ્યોત અવિરત સળગે છે જેને અમર જવાન જ્યોત કહે છે. આ સમાધિ એક કાળા આરસના કેનોટાફ સ્વરૂપે છે જેના પર એક નાળચા પર ઊભેલી એક રાઈફલ (બંદૂક) છે જેના પર સિપાહીનું હેલ્મેટ છે.
આ કેનોટાફ પોતે પણ એક મંચ પર છે, જેના ચાર ખૂણે ચાર મશાલ અવિરત બળ્યાં કરે છે. આને ૨૬ જાન્યુઆરી ૧૯૭૨માં વડા પ્રધાને ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પગલે પ્રદીપ્ત કરાઈ હતી.
આજે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને તેમજ રાજ મહેમાન માટે આ સ્મારક પર રાષ્ટ્રીય પર્વના દિવસે અને ગણતંત્ર દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરવી આવશ્યક છે. આમ કર્યાં પછી જ તેઓ રાજપથ પરથી પસાર થતી વાર્ષિક પરેડની સલામી ઝીલવા જાય છે.
❇️ રાષ્ટ્રપતિ ભવન વિશે જાણવા જેવું
*૨ લાખ ચોરસ ફીટમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન દેશનું સૌથી પાવરફુલ હાઉસ છે. યુરો કપની ફાઈનલ કીવના જે સ્ટેડિયમમાં યોજાઈ તેના કરતાં ૩ ગણા વિશાળ આ મકાનમાં ૧૮ દાદરા અને ૭૪ લોબી છે.
દિલ્હી પાટનગર બન્યું એની શતાબ્દિ ગયા વર્ષે જ ઊજવાઈ. ૧૯૧૧માં કોલકાતાથી દિલ્હી પાટનગર ખસેડવાનું નક્કી થયું ત્યારે આજે જ્યાં ભવ્ય મહાનગર દિલ્હી છે એ વિસ્તાર એક નાનકડા નગર જેવો હતો. આસપાસ વળી જંગલ વિસ્તાર. મધ્ય એશિયામાંથી ભારત પર આક્રમણ થાય તો પાટનગર કોલકાતા ખાસ્સું દૂર પડી જાય એ હેતુથી પંચમ જ્યોર્જે દિલ્હીને પાટનગર બનાવવાનું નક્કી કરેલું. બ્રિટિશરોને પારકે પૈસે તાગડધિન્ના કરવાના હતા, એટલે એ નવા પાટનગરમાં સ્વાભાવિક રીતે જ બધાં બાંધકામો નવાં કરવા માંગતા હતા. એ બાંધકામોના લિસ્ટમાં રાષ્ટ્રપતિ ભવનનો પણ સમાવેશ થતો હતો. અલબત્ત, રાષ્ટ્રપતિ ભવન નામ આજે છે, બાંધકામ વખતે આ ભવ્ય મકાનને 'વાઈસરોય હાઉસ' નામ આપવામાં આવેલું, કેમ કે બ્રિટિશ હિન્દના વાઈસરોય ત્યાં બિરાજવાના હતા.
* રાષ્ટ્રપતિ ભવન ખુદ એક નગર જેવું છે. તેમાં પોસ્ટ ઓફિસ છે, ટેનિસ કોર્ટ, ક્રિકેટ મેદાન, પોલો ગ્રાઉન્ડ, બેન્ક છે, થિયેટર છે, પાવર સ્ટેશન છે, લોન્ડ્રી છે, આઈસ ફેક્ટરી છે, ટેલિફોન એક્સચેંજ છે અને પ્રિન્ટિંગ પ્રેસ પણ છે. આટલી સુવિધા તો આજકાલના નાના એવા શહેરમાં પણ નથી હોતી.
* વોકિંગ કરવા નીકળ્યા હોય એવી ઝડપે સતત સાડા ત્રણથી ચાર કલાક ચાલ્યા કરીએ ત્યારે ૩૪૦ ઓરડાના રાષ્ટ્રપતિ ભવનને આખી લટાર મારી શકાય. ઘણાખરા રાષ્ટ્રપતિઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ક્યારેય આખું ભવન જોતાં જ નથી.
* ચાર માળના ભવનનાં બધાં જ કોરિડોર થઈને અઢી કિલોમીટર લાંબી છે.
* ભવ્ય બાંધકામના બદલામાં એડવિનને માત્ર ૫ હજાર પાઉન્ડની ફી ચૂકવાઈ હતી.
* ઉદ્ઘાટનના ત્રીજા જ દિવસે વાઈસરોય હાઉસમાં એન્ટર થનારા ભારતીય વીઆઈપી ખુદ મહાત્મા ગાંધી હતા. તેઓ વાઈસરોય ઈરવીન સાથે વાટાઘાટ માટે ત્યાં ગયા હતા.
* આજે ગણતરી કરીએ તો રાષ્ટ્રપતિ ભવનની કિંમત લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા થાય.
* ભવનની દેખરેખ રાખવા માટે કોઈ પણ સમયે ૨ હજાર માણસોની જરૂર પડે છે.
* મેઈન એન્ટ્રન્સ ગેટ નંબર ૩૫ તરીકે ઓળખાય છે.
* આમીર ખાનની ફિલ્મ 'ફના'નું ગીત 'દેશ રંગીલા...' રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્માવાયું છે.
* રાષ્ટ્રપતિ ભવનની આગળની બાજુએ એક પણ બારી નથી.
* ભવનનું વાર્ષિક વીજળીનું બિલ લગભગ ૭ કરોડ રૂપિયા આવે છે.
* રાષ્ટ્રપતિ ભવનમાં દૂરથી દેખાતા થાંભલાઓની સંખ્યા ૨૨૭ છે.
* રાષ્ટ્રપતિ ભવનમાં ૩૪૦ પૈકી કેટલાક ઓરડા કે વિભાગનાં નામો ક્યારેક સમાચારોમાં ચમકતાં હોય છે. શું છે એ ખંડોમાં?
* યલો ડ્રોઇંગ રૂમઃ યલો ડ્રોઇંગ રૂમમાં મોટેભાગે નાના સમારોહ આયોજિત કરવામાં આવે છે.
🙏આ માહિતી તમારા બધા ગ્રૂપમાં શેર કરજો🙏
No comments:
Post a Comment