jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Sunday, March 13, 2022

Ek Bharat Shreshtha Bharat (EBSB)

Ek Bharat Shreshtha Bharat (EBSB)

ગુજરાતની માહિતી માટેના કેટલાક પ્રશ્નો તથા છત્તીસગઢ રાજ્યને લગતાં કેટલાક પ્રશ્નો - એક ભારત શ્રેષ્ઠ ભારત માટે ખાસ ઉપયોગી  વર્ડ ફાઇલ

એક ભારત શ્રેષ્ઠ ભારત

(EBSB) એક ભારત શ્રેષ્ઠ ભારત તમામ એપિસોડ

 (January 2021 To June 2021) SSA Gujarat 

ebsb_guidelines_new

EBSB PARIPATRA


1. ગુજરાતની સ્થાપના ક્યારે થઇ હતી ?      જવાબ- 1 મે 1960 

2. ગુજરાત રાજ્યનું ઉદગાટન કોના હસ્તે થયુ હતું ?     જવાબ- રવિશંકર મહારજ ના હસ્તે . 

3. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યુ હતું ?       જવાબ- ડૉ.જીવરાજ મેહતા 

4. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ બન્યુ હતું ?        જવાબ- ડૉ.મેંહદી નવાઝ જંગ

5. ગુજરાત રાજ્યનું રાજ્ય ફુલ કર્યું છે ?      જવાબ-ગલગોટો( મેરીગોલ્ડ ) 

6. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે .         જવાબ- જય જય ગરવી ગુજરાત ... 

7. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ?        જવાબ-સુરખાબ( ફ્લેમિંગો ) 

8. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?       જવાબ- સિંહ 

9. ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ કયું છે ?        જવાબ - કેરી

10. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલ છે .       જવાબ- 33 જિલ્લા 

11. વસ્તીની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે ?         જવાબ- અમદાવાદ જિલ્લો 

12.વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે ?        જવાબ- કચ્છ જિલ્લો 

13. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?        જવાબ- લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા 

14. ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ?      જવાબ- નર્મદા 

15. ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે ?     જવાબ- સાબરમતી . 

16. 12 જ્યોર્તિલિંગમાંનુ એક સોમનાથનું મંદિર ગુજરાતના કયાં જિલ્લામાં આવેલ છે ?     જવાબ- ગીર સોમનાથ 

17. ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન કર્યું છે ?        જવાબ- સાપુતારા 

18. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?       જવાબ- વૌઠાનો મેળો અમદાવદ જિલ્લામાં 

19. ગુજરાતની પહેલી રાજધાની કઇ હતી ?      જવાબ- અમદાવાદ 

20. ગુજરાત રાજ્યની અત્યારની રાજધાની કઇ છે ?   જવાબ- ગાંધીનગર 

21.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?            જવાબ : પશ્ચિમ

22.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? જવાબ : 1600 કિલોમીટર

23.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?       જવાબ : 2 

24.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?      જવાબ : મધ્યપ્રદેશ 

25.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?    જવાબ : રાજસ્થાન 

26.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?    જવાબ : મહારાષ્ટ્ર 

27.ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ?    જવાબ : પાકિસ્તાન 

28.ગુજરાતની ઉત્તર - દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?       જવાબ : 590 કિમી 

29.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ? જવાબ : ' 1,96,024 ચો.કિમી 

30.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?     જવાબ : 5 

31.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?        જવાબ :5

32.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?      જવાબ : ગુજરાતની

33.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?      જવાબ : સાતમું 

34.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?       જવાબ : રણપ્રદેશનો 

35.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?      જવાબ : અરબ સાગર 

36.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?        જવાબ : 2 

37.ગુજરાતની પૂર્વ - પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?       જવાબ : 500 કિમી 

38.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?      જવાબ : કર્કવૃત્ત 

39.કચ્છનું રણ એ શું છે ?       જવાબઃ ખારોપાટ 

40.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?        જવાબ : ઉચ્ચપ્રદેશ 

41.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?       જવાબ : 6 % 

42.ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે ?       જવાબ : છ રાજ્યો માંથી 

43.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?         જવાબ : 3 

44. ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે ?       જવાબ : ગીરનાર પર્વત 

45. મા ચામુંડા ક્યાં ડુંગર પર બિરજમાન છે ?       જવાબ : ચોટીલાનો ડુંગર 

46. મહાકાળી માતાજી કયાં ડુંગર પર બિરાજમાન છે ?      જવાબ : પાવગઢના ડુંગર 

47. માતાનો મઢ નામનું આશાપુરા માતાજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલ છે ?     જવાબ : કચ્છ જિલ્લામાં 

48. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું ?        જવાબ : ભીમદેવ સોલંકીએ 

49. ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?            જવાબ : કંડલા 

50. કર્ણાવતી શહેર કોણે વસાવ્યુ હતું ?           જવાબ : કર્ણદેવ સોલંકીએ 


  • છત્તીસગઢ રાજ્યને લગાતાં કેટલાક પ્રશ્નો . 

1. છત્તીસગઢ રાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી ?       જવાબ- 1 નવેમ્બર 2000 

2. છત્તીસગઢ રાજ્યનું પાટનગર ક્યું છે ?    જવાબ- રાયપુર 

3. છત્તીસગઢ રાજ્યની મુખ્ય ભાષા કઇ છે ?      જવાબ- છત્તિસગઢી 

4. છત્તીસગઢ રાજ્ય ક્યાં રાજ્ય માંથી વિભાજિત થયું હતું ?      જવાબ- મધ્યપ્રદેશ રાજ્યમાંથી 

5.છત્તીસગઢ રાજ્યનું સૌથી મોટું શહેર ક્યું છે ?         જવાબ- રાયપુર 

6.છત્તીસગઢ રાજ્યમાં અત્યારે કુલ કેટ્લા જિલ્લાઓ છે ?     જવાબ- 28 જિલ્લાઓ 

7.છત્તીસગઢ રાજ્યના અત્યારના મુખ્યમંત્રી કોણ છે ?        જવાબ- ભૂપેશ બાધેલ

8.છત્તીસગઢ રાજ્યના અત્યારના રાજ્યપાલ કોણ છે ?         જવાબ- અનસૂયા ઉઇકેય 

9.છત્તીસગઢ રાજ્ય વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં ક્યો ક્રમ ધરાવે છે ?      જવાબ- 9 મો ક્રમ 

10.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પ્રાણી ક્યું છે ?         જવાબ- જંગલી ભેંસ 

11.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પક્ષી ક્યું છે ?           જવાબ- પહાડી મેના 

12.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય વૃક્ષ ક્યું છે ?           જવાબ- સાલ 

13.છત્તીસગઢ રાજ્યને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?      જવાબ- ચોખાના કટોરા તરીકે

14.છત્તીસગઢ રાજ્યની ઉત્તર- પશ્ચિમ સીમાં પર ક્યું રજ્ય આવેલ છે ?     જવાબ- મધ્ય પ્રદેશ રાજ્ય 

15.છત્તીસગઢ રાજ્યમાં ક્યાં ક્યાં લોક નૃત્યો જાણિતા છે ?      જવાબ- પંથી , સુઆ , રાઉત , કરમા 

16.છત્તીસગઢ રાજ્યનો સૌથી ઉંચો જલધોધ ક્યો છે ?        જવાબ- તરથગઢ જળધોધ 

17. ભિલાઇ સ્ટીલ ઉદ્યોગ ક્યાં રાજ્યમાં આવેલ છે ?       જવાબ - છત્તીસગઢ રાજ્યમાં . 

18.છત્તીસગઢ રાજ્ય કેટ્લા રાજ્યોની સીમા સાથે જોડાયેલ છે ?     જવાબ- સાત રાજ્યોની સેમા સાથે 

19.છત્તીસગઢ રાજ્યમાં ક્યું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે ?        જવાબ- કાંગોરી રાષ્ટ્રીય ઉદ્યાન 

20.છત્તીસગઢ રાજ્યમાં લોકસભાની કુલ બેઠકો કેટ્લી છે ?      જવાબ- 11 બેઠકો

21.છત્તીસગઢ રાજ્યમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટ્લી છે ?       જવાબ- 05 બેઠકો 

22.છત્તીસગઢ રાજ્ય ના નામ વિષે શું માન્યતા છે ?        જવાબ- એક સમયે આ રાજ્યમાં 36 જિલ્લા હતા . 

23.છત્તીસગઢ રાજ્યની રાજ્ય રમત કઇ છે ?             જવાબ- તિરંદાજી 

24.પ્રાચિન સમયમાં છત્તીસગઢ ક્યાં નામે ઓળખાતુ હતું ?        જવાબ- દક્ષિણ કોસલ નામે 

25.છત્તીસગઢ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતું ?         જવાબ- અજીત કુમાર જોગી 

26.છત્તીસગઢ રાજ્યનાં પ્રથમ રાજ્યપાલ કોણ હતુ ?         જવાબ- ડી.એન.સહાય ( દિનેશ નદન સહાય ) 

27.છત્તીસગઢમાં લોકપ્રિય નૃત્ય ક્યાં અવસર પર કરવામાં આવે છે ?          જવાબ . દિવાળીના અવસરે

28.છત્તીસગઢ રાજ્યનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?            જવાબ- 1,35,292 ( કિમી ) 2

29.ક્ષેત્રફળની દ્રષ્ટ્રીએ છત્તીસગઢ ભારતમાં ક્યું સ્થાન ધરાવે છે ?      જવાબ- દશમુ 

30.છત્તીસગઢ રાજ્યની ગંગા નદી કઇ નદીને કેહવામાં આવે છે ?       જવાબ- ઇન્દ્રાવતી નદીને , 

31.છત્તીસગઢ રાજ્યનું નિર્માણ મધ્યપ્રદેશના કેટ્લા જિલ્લા લઇને કરવામાં આવ્યુ ?  જવાબ- 16 જિલ્લા 

32.છત્તીસગઢનું પ્રખ્યાત ડંડારી નૃત્ય ક્યા પર્વ પર કરવામાં આવે છે ?             જવાબ- હોડીના પર્વ પર 

33.છત્તીસગઢ રાજ્યની પહેલી સંકલ્પના કોણે કરી હતી  ?         જવાબ- પંડિત સુંદરલાલ શર્મા . 

34.છત્તીસગઢ રાજ્યની સૌથી મોટી જનજાતી કઇ છે  ?               જવાબ- ગોંડ જનજાતી . 

35.છત્તીસગઢનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યો છે  ?        જવાબ- ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન 

36.વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો  ?            જવાબ = છત્તીસગઢ ચંપારણ માં 

37.છત્તીસગઢ રાજ્ય ભારતમાં ક્યાં ક્રમનું રાજ્ય છે  ?        જવાબ- 26 માં ક્રમનું 

38.છત્તીસગઢમાં મહાત્મા ગાંધીનું પ્રથમ આગમન ક્યારે થયું હતુ ?      જવાબ- ઇ.સ. 1928 માં . 

39.વસ્તીની દ્રષ્ટીએ છત્તીસગઢનો સૌથી મોટો જિલ્લો ક્યો છે ?     જવાબ- રાયપુર જિલ્લો 

40.છત્તીસગઢ રાજ્યની વડી અદાલત ( હાઇકોર્ટ ) ક્યાં આવેલ છે ?      જવાબ- વિલાસપુર 

41.છત્તીસગઢની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે ?       જવાબ- મહાનદી પરિયોજના 

42.છત્તીસગઢમાં સૌથી વધારે ગરમી ક્યાં શહેરમાં પડે છે ?       જવાબ- ચંપ્પા 

43.છત્તીસગઢ રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે ?     જવાબ- 4 

44.છત્તીસગઢની વિધાનસભાનું નામ કોના પરથી પાડવામાં આવ્યું હતુ ?     જવાબ- સંવેદના પરથી 

45.છત્તીસગઢમાં મુખ્યમંત્રીના આવસનું નામ શું રાખવામાં આવ્યું છે ?       જવાબ- કરુણા 

46. છત્તીસગઢમાં પોલિસ વાહનનો સી.જી.કોડ ક્યો છે ?        જવાબ- 03 

47.છત્તીસગઢ રાજ્યનાં મહત્વના શહેરો જણાવો ? 

જવાબ- રાયપુર , દુર્ગ , વિલાસપુર , કોરબા , ભિલાઇ , રાજનંદનગામ , વગેરે . 

48.છત્તીસગઢના ક્યાં જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે ?       જવાબ- 3 જિલ્લા , કોરિયા , સુરજપુર , બલરામપુર 

49.પ્રસિદ્ધ પાંડવાયી ગાયન ક્યાં ગ્રંથ સાથે સંબંધ ધારવે છે ?        જવાબ- મહાભારત 

50.છત્તીસગઢની સૌથી વધારે જમીન સીમા ક્યાં રાજ્ય સાથે જોડાયેલા છે .        જવાબ- ઓરિસ્સા રાજ્ય સાથે .

No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All