HOME LEARNING STD 3, HOME LEARNING STD 3 OCTOBER 2021
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ" અંતર્ગત અધ્યયન કાર્ય કરાવવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વોટ્સઅપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા(GVS) તેમજ ઘરે શીખીએ સાહિત્ય વગેરે માધ્યમથી "હોમ લર્નિંગ કાર્યક્રમ ચલાવવામાં આવેલ હતો.
આપ સૌ સુવિદિત છો કે તા:૦૭ જૂન ૨૦૨૧થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે. રાજ્ય સરકાર દ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક માસ દરમિયાન આ જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કાર્ય કરાવવામાં આવનાર છે. જૂન ૨૦૨૧ થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવેલ છે તે ધોરણનાં પૂર્વેના (પાછળના) ધોરણનો અભ્યાસક્રમ બ્રિજકોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના લર્નિંગ આઉટકમની સમજ પુનરાવર્તન મહાવરાનો સમાવેશ કરી -બિજકોર્સ-ક્લાસરેડીનેશ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે.
"બ્રિજકોર્સ-ક્લાસરેડીનેશ જ્ઞાનસેતું સાહિત્ય ધોરણ ૧ માટે શાળા તત્પરતા, ધોરણ ૨,૩ માટે વર્ગ તત્પરતા -ગુજરાતી,ગણિત, ધોરણ ૪ થી ૯ માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધોરણ ૧૦ માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરેલ છે.
રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કે.જી.બી.વી., મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધોરણ-૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તા:૦૭ જૂન ૨૦૨૧ સુધીમાં પહોંચાડવામાં આવશે. આ સાહિત્યની સોફ્ટકોપી સમગ્ર શિક્ષા કચેરીની વેબસાઈટ પર પણ મુકવામાં આવનાર છે.
તા:૦૭ થી ૦૯ જૂન ૨૦૨૧ દરમિયાન ધોરણ-૧ થી ૧૦ શિક્ષકો માટે "બ્રિજકોર્સ ક્લાસરેડીનેશ:જ્ઞાનસેતુ" અંગેની તાલીમનું આયોજન બાયસેગ અને એમ.એસ. ટીમ્સ મારફત જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સહયોગથી કરવામાં આવશે.
તા:૧૦ જૂન ૨૦૨૧થી સમગ્ર રાજ્યમાં ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓને એક માસ માટે આ "બ્રિજકોર્સ ક્લાસરેડીનેશ : જ્ઞાનસેતુ મટીરીયલનો ઉપયોગ કરી અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. ધોરણ -૧ થી ૧૦ વિદ્યાર્થીઓએ આ મટીરીયલના અધ્યયનકાર્યમાં ગત વર્ષના પાઠ્યપુસ્તકોનો પણ ઉપયોગ કરવાનો રહેશે. લેખન કાર્ય કરવાનું રહેશે.ધોરણ-૧ થી પના વિદ્યાર્થીઓએ આ મટીરીયલમાં લેખન કાર્ય કરવાનું રહેશે. તેમજ ધોરણ-૬ થી ૧૦ના વિદ્યાર્થીઓએ એક અલગ નોટબુક બનાવવાની રહેશો, વિદ્યાર્થી દ્વારા લેખન કાર્ય કરેલ -વિજકોર્સ ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતુ” સાહિત્યની શિક્ષક મિત્રો દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયેથી ચકાસણી કરવામાં આવશે. જેથી શિક્ષકમિત્રોને વિદ્યાર્થીઓના લર્નિંગ લેવલ તેમજ તેઓએ અભ્યાસ કરેલ બાબતો જાણી શકે અને તે માટે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી શકે.
ધોરણ ૧ માં જુન ૨૦૨૧થી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે “શાળા તત્પરતા સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. ધોરણ ૧ ના બાળકોને વાલી/ મોટા ભાઈ બહેન/ શિક્ષકની મદદથી આ અધ્યયન કાર્યમાં જોડવા અંગે પ્રયાસ કરવા વિનંતી છે. તા. ૧૦ જુન ૨૦૨૧થી "બ્રીજકોર્સ-ક્લાસરેડીનેસ : જ્ઞાનસેતુ” કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને દુરદર્શન કેન્દ્ર – ડી ડી ગિરનાર ચેનલ મારફત શિક્ષકમિત્રો દ્વારા અધ્યયનકાર્યનું માર્ગદર્શન આપવામાં આવનાર છે, સાથે સાથે બાયસેગની વંદે ગુજરાત ચેનલ દ્વારા પણ આ એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે, આમ વિદ્યાર્થીઓ ડી ડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ દ્વારા શૈક્ષણિક પ્રસારણ નિહાળી
શકાશે.
આ જ્ઞાનસેતુ સાહિત્યનું દીક્ષા પ્લેટફોર્મ અને સમગ્ર શિક્ષા,ગાંધીનગરની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે અને આ અંગેની લીંક ગતવર્ષે વોટસએપના માધ્યમથી જે રીતે વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવતી હતી તે રીતે વોટ્સએપ ગ્રુપમાં નિયમિત મોકલવામાં આવશે.
ઉપરોક્ત બાબત ધ્યાને લઇ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સદર બાબતની જાણકારી આપવા વિનંતી છે.
No comments:
Post a Comment