STD 3 TO 10 ONLINE TEACHERS TRANING
ધોરણ 3 થી 10 શિક્ષકોની ઓનલાઇન બોટના માધ્યમથી વ્યાવસાયિક તાલીમ માટેની તાલીમ
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ દરેક શિક્ષકે વ્યાવસાયિક તાલીમ લેવી આવશ્યક છે. જેના ભાગરૂપે ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષક માટેની ઓનલાઇન તાલીમ બોટના માધ્યમથી સમગ્ર રાજયમાં શરૂ થનાર છે. જે અંગે રાજયના શિક્ષકોને જાણકારી મળે તે ઉદ્દેશથી જી.સી.ઇ.આર.ટી દ્વારા તા.૧૨/૦૭/૨૪ ના શુક્રવારના રોજ બપોરે ૪-૦૦ થી ૫.૦૦ દરમિયાન ટેલીકોન્ફરન્સનું આયોજન કરેલ છે. આ ટેલીકોન્ફરન્સનું જીવંત પ્રસારણ બાયસેગ ચેનલ 5 પરથી જોઇ શકાશે.
ટેલીકોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન કોર્સ વિશે માહિતગાર કરવામાં આવશે. જેમાં કોર્સ વિશે અને તેમાં કઇ રીતે જોડાઇ શકાય તે અંગેનું માર્ગદર્શન શિક્ષકોને આપવામાં આવશે. આ ઓનલાઇન તાલીમમાં બે મોડયુલ દ્વારા પ્રવતર્માન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને ૨૦ ઓનલાઇન કોર્સ જી.સી.ઇ.આર.ટી દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ દરેક કોર્સની સમયગાળો એક કલાક છે.
આપના જિલ્લાના ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષકો આ ટેલીકોન્ફરન્સમાં જોડાય તે માટે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા આથી જણાવવામાં આવે છે.
આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.
વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે. Swiftchat પર ઓનલાઇન તાલીમ માં જોડાવા ની લિંક Swiftchat પર ઓનલાઇન તાલીમ માં જોડાવા ની લિંક
No comments:
Post a Comment