Common Entrance Test (CET)-based schemes (for benefits during Grade 6-12)
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ
અગત્યની સૂચનાઓ
1. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપના તા. ૦૬/૦૭/ર૦૨૩ ના ઠરાવની જોગવાઈ મુજબ શાળામાં પ્રવેશ લેવાની તમામ જવાબદારી વિદ્યાર્થી વાલીની અંગત રહેશે.
2. આ યોજનાના આખરી મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ જે તે શાળામાં પ્રવેશ I મેળવી તેઓના પ્રવેશની વિગતો અત્રેથી સૂચવ્યા મુજબ ઓનવાઇન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
૩. નિયામકશ્રી શાળાઓ દ્વારા દર્શાવેલ નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વ નિર્ભર શાળાઓ અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ.
4. વિદ્યાર્થી જે અનુદાનિત શાળામાં ધોરણ - ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યા હોય અને તે પોતાની જૂની અનુદાનિત શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ-૬ થી ૮નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.
5. વિધાર્થી જે સરકારી શાળામાં ધોરણ - ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યા હોય અને તે પોતાની જૂની સરકારી કે અન્ય સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ-૬ થી ૮નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.
ડાઉનલોડ પ્રમાણપત્રનો નમૂનો 
6. કોઈપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોઅર્ણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરી શકશે.
7. જે વિદ્યાર્થીઓ ધોરણ-૬માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપેલ છે. તેવા વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ આ વર્ષ પૂરતું એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ પૂરતું આખરી મેરિટ યાદીમાં સમાવેશ થયેથી ધોરણ- ૭ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરી શકે તે માટે મંજુરી આપવામાં આવે છે. આ જોગવાઈ માત્ર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહેશે.
8. આ યોજના અંતર્ગત જો વિધાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોવરશીપની રકમ મળવાપાત્ર થશે.
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૫,૦૦૦/-
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-
9. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ અનુદાનિત શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ.૫,૦૦૦/-
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-
10. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ ખાનગી શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/-
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-
11. જો કોઈ વિદ્યાર્થી આખરી મેરીટ યાદીમાં આવે અને ધોરણ-૬ માં પ્રવેશ મેળવી આગળનો અભ્યાસ ચાલુ ન રાખે તો આ યોજના અંતર્ગત આગળ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
12. આ યોજના ઠરાવની જોગવાઈ ક્રમાંક: ૧૨ D મુજબ વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે પ્રથમ હપ્તાની ૫૦% રકમ વિદ્યાર્થી/વાલીના બેન્ક ખાતામાં DBT મારફત જમા કરાવવામાં આવશે.
13. આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સુચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ
મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો યોગ્ય મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી આપ અવગત રહો તથા સમયાંતરે

વેબસાઇટ ચકાસતાં I રહેશો.
હાલમાં ધોરણ-૬ /૭ માં પ્રવેશ મેળવેલ શાળા પસંદ કરવાની અને બૅન્ક ખાતાની માહિતી અપલોડ કરવાની કામગીરી ચાલું છે.
શાળા પસંદ અને બૅન્ક ખાતાની માહિતી અપલોડ કર્યા બાદ આચાર્ય વેરીફિકેશન કરવાનું છે તે માટે નીચે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે હેડ ટીચર કે સ્કુલ લોગીન કરવાનું છે.
ત્યાર બાદ નીચે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે મેનુ ખૂલશે તેમાં CET STUDENT SCHOOL AND BANK VERIFICATION પર ક્લિક કરવું.
ત્યાર બાદ તમારી શાળાનાં શાળા પસંદ અને બૅન્ક ખાતાની માહિતી અપલોડ કરેલ બાળકોનું લિસ્ટ દેખાશે.. જેમાં VERIFI બટન પર ક્લિક કરવું . છેલ્લે નીચે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે પર SEARCH APLICATION STATUS FOR VERIFICATION ક્લિક કરતાં લીસ્ટમાં છેલ્લે APPROVED બતાવશે..
No comments:
Post a Comment